મોરબી : 5 શંકાસ્પદ દર્દી સહિત 102 લોકોના સેમ્પલ લેવાયા

 

ગઈકાલે મંગળવારે લેવાયેલા 2 માસની બાળકી સહિત તમામ 66 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા

મોરબી : મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે 5 શંકાસ્પદ દર્દી સહિત 102 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. પાંચ શંકાસ્પદ દર્દીઓમાં વાંકાનેરના 55 વર્ષના મહિલા, મોરબીના લીલાપરનો 20 વર્ષનો યુવાન, માળિયાના વર્ષામેડીના 35 વર્ષના યુવક તેમજ મોરબીના 80 વર્ષના વૃદ્ધ અને 18 વર્ષના યુવાનનો સમાવેશ થાય છે.

આ શંકાસ્પદ દર્દીઓ ઉપરાંત આરોગ્ય વિભાગે 97 રૂટિન સ્ક્રીનિંગ સેમ્પલ લઈને તેને રિપોર્ટ માટે મોકલ્યા છે. જ્યારે બીજી બાજુ ગઈકાલે મંગળવારે આરોગ્ય વિભાગે 2 માસની બાળકી સહિત 66 લોકોના સેમ્પલ લીધા હતા. જે તમામ રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય વિભાગે રાહત અનુભવી છે.