ઉંટબેટમાંથી જામગરી બંદુક સાથે એક શખ્સ પકડાયો

- text


મોરબી : મોરબી એસ.ઓ.જી. દ્વારા મોરબી તાલુકાના ઉંટબેટ (શામપર) ગામેથી દેશી બનાવટની બંદુક સાથે એક ઇસમને પકડી પાડવામાં આવ્યો છે.

- text

મોરબી એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ને મળેલ ચોક્કસ હકિકત આધારે મોરબી તાલુકાના ઉંટબેટ (શામપર ) ગામમાંથી આરોપી કાસમભાઇ મીરખાનભાઇ રાઠોડ (ઉ.વ. 55, ધંધો ખેતમજુરી, રહે. ઉંટબેટ (શામપર), તા.જી. મોરબી) ગેરકાયદે લાયસન્સ વગર એક દેશી બનાવટની જામગરી બંદુક કી.રૂ. 1500 સાથે મળી આવતા આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

- text