વાંકાનેરની દોશી કોલેજમાં ઓનલાઇન એડમિશનની પ્રક્રિયા હાથ ધરાઈ

- text


2 જુલાઈ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : ત્યારબાદ કોઈ વિદ્યાર્થી ઓનલાઇન ફોર્મ ભરી શકશે નહીં

વાંકાનેર : વાંકાનેરની દોશી કોલેજમાં ઓનલાઇન એડમિશનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે જે વિદ્યાર્થીઓ B.A./B.Com. Sem.-1માં એડમિશન લેવા ઈચ્છા હોય તેવા વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરી આપવુ અને એડમિશન માટે માટે કોઈ વિદ્યાર્થીઓએ કોલેજે રૂબરૂ આવવાનું નથી. આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 2/07/2020 ને ગુરુવાર છે. ત્યાર બાદ કોઈ વિદ્યાર્થી ઓનલાઇન ફોર્મ ભરી શકશે નહીં.

- text

આવેલાં બધા ઓનલાઇન ફોર્મને આધારે મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે, મેરીટ લિસ્ટ પણ આ જ લિંક પર મૂકવામાં આવશે.મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓએ ત્યારે જે સૂચના આપવામાં આવે તે મુજબ બધા આધાર-પુરાવાઓનું વેરિફિકેશન કરવામાં આવશે. લિંકમાં આવેલ સૂચના મુજબ વિદ્યાર્થીઓએ તારીખ અને સમયે કોલેજે આવવાનું રહેશે. ઓનલાઈન ફોર્મમાં બધી જ વિગત સાચી ભરવાની રહેશે નહિતર ફોર્મ રદ થશે. આ લિન્ક પર જરૂરી માહિતીઓ અને સૂચનાઓ આપવામાં આવશે અને વિદ્યાર્થીઓએ તે મુજબની કાર્યવાહી કરવાની રહેશે. એડમિશન પ્રક્રિયા પૂરી ના થાય ત્યાં સુધી કોલેજ ની આ ગુગલ વેબસાઇટ https://sites.google.com/view/doshicollegewkr અથવા ફેસબુક બુક પેજ ચેક કરતાં રહેવાનું દોશી કોલેજના પ્રિન્સિપાલ વાય.એમ. ચૂડાસમાએ એક અખબારી યાદીમાં જણાવેલ છે.

ઓનલાઇન ફોર્મ ભરવામાંં આટલુ ધ્યાન રાખો…

ફોર્મ અંગ્રેજી કેપિટલ અક્ષર માં ભરવું, અહીં આપેલ લીંક ની મદદથી સંપૂર્ણ ફોર્મ ભરી સબમિટ કરવુ. ફોર્મ ભરતી વખતે પૂરતી કાળજી રાખવી અને જો વેરિફિકેશન દરમ્યાન ખોટી માહિતી હશે તો ફોર્મ રદ થશે.

- text