મોરબી : જી.જે.શેઠ કોમર્સ કોલેજમાં બી.કોમ.સેમ 1માં પ્રવેશ માટેની યાદી

- text


મોરબી : હાલ ધોરણ બારનું રિઝલ્ટ આવી ગયું છે પણ શાળાઓમાંથી હજુ ફિજિકલ માર્કશીટ આપવામાં આવી નથી ત્યારે શ્રીમતી જી.જે.શેઠ કોમર્સ કોલેજ મોરબી દ્વારા ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા માટેના નિર્દેશનો જાહેર કરવામાં આવ્યા છે.

હાલ ચાલી રહેલી મહામારીને લઈને શૈક્ષણિક સત્ર મોડા થવાની સંભાવના વર્તાઈ રહી છે ત્યારે ધોરણ બારના પરિણામ બાદ કોલેજોની પ્રવેશ પ્રક્રિયામાં પણ અવરોધ સર્જાઈ રહ્યો છે ત્યારે મોરબીની શ્રીમતી જી.જે.શેઠ કોમર્સ કોલેજ દ્વારા કોલેજમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે ગાઇડલાઇન્સ બહાર પાડી છે. જે મુજબ જે વિદ્યાર્થીઓ બી.કોમ. સેમ. 1માં એડમિશન લેવા માંગતા હોય તેઓ શાળામાંથી બારમાંની માર્કશીટ મલ્યે, 1 પાસપોર્ટ સાઇઝનો ફોટો-સફેદ બેકગ્રાઉન્ડ વાળો, 12માં ધોરણની માર્કશીટ, ધોરણ 12નું લિવિંગ સર્ટિફિકેટ, ધોરણ 12નું ટ્રાયલ સર્ટિફિકેટ, જો એસસી/એસટી/એસઈબીસી (બક્ષીપંચ) અનામતમાં આવતા હોય તો એનો દાખલો, જો બક્ષીપંચબની અનામત સીટ પર પ્રવેશ મેળવવા માંગતા હોય તો, ક્રીમીલેયર સર્ટિફિકેટ અથવા એ પ્રમાણપત્ર મેળવવા કરેલી અરજીની પહોંચ જેવા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા.

- text

સરકારી ગાઇડલાઇન્સ મુજબ પ[પ્રવેશ મેળવવા રૂબરૂ સ્કૂલે આવવું નહી, માત્ર કોલેજના ફોન નંબર 02822 240901 પર અથવા મોબાઈલ નંબર 9409350384 પર સવારે 08:30થી બપોરે 12 કલાક દરમ્યાન ફોન અથવા વોટ્સએપ કરવો. વધુ વિગત માટે કોલેજની વેબસાઈટ http://gjscc.org પર તપાસ કરવા કોલેજની એક યાદીમાં જણાવાયું છે. ઓનલાઇન પ્રવેશ માટેની લિંક સ્કૂલમાંથી અસલ માર્કશીટનું વિતરણ થયા બાદ કોલેજની વેબસાઈટ તેમજ વોટ્સએપ પર મુકવામાં આવશે.

- text