તા. 15થી ધો. 3 થી 12ના વર્ગોનું પ્રસારણ ડીડી ગિરનાર પર કરાશે, જાણો સમય અને વિગત…

- text


મોરબી : હાલમાં અનલોક-1 દરમિયાન સરકાર દ્વારા તબક્કાવાર છૂટછાટો આપવામાં આવી રહી છે. પરંતુ સ્કૂલો અને કોલેજો ખોલવા પર હજુ પ્રતિબંધ છે. ત્યારે નવા શરુ થવા જઈ રહેલા શૈક્ષણિક સત્ર મુજબ સરકાર દ્વારા આગામી તા. 15 જૂનથી ધો. 3 થી 12ના વિવિધ વિષયોના વર્ગોનું પ્રસારણ ડીડી ગિરનાર પર કરવામાં આવશે. જેમાં ધો. 3ના વર્ગોનો સમય સવારે 9 થી 9-30, ધો. 4ના વર્ગો સવારે 9-30 થી 10, ધો. 5ના વર્ગો સવારે 10 થી 10-30, ધો. 6ના વર્ગો સવારે 10-30 થી 11, ધો. 7ના વર્ગો સવારે 11-30 થી 12, ધો. 8ના વર્ગો બપોરે 2-30 થી 3, ધો. 9 અને 10ના વર્ગો બપોરે 12 થી 1, ધો. 11 અને 12 વિજ્ઞાન પ્રવાહના વર્ગો બપોરે 3 થી 4 વાગ્યા દરમિયાન પ્રસારિત થશે. વધુ વિગત ફોટોમાં ઉપલબ્ધ છે.

- text

ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓની હોમ લર્નિંગની પ્રકિયા ઘરે બેઠા થઈ શકે તે માટે સાહિત્ય, ઓનલાઈન એજ્યુકેશન, મોબાઈલના ઉપયોગ દ્વારા, ટેલિવિઝનના માધ્યમ દ્વારા જરૂરી પ્રબંધ કરવાનો રહેશે. આગામી તા. 15 જૂનથી DD GIRNAR ટેલી વિઝન ચેનલ પરથી વિદ્યાર્થીઓ માટેના શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવશે. જેનું સમય પત્રક GCERT અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવ્યું છે. આ પ્રસારણની તમામ વિદ્યાર્થીઓને જાણ થાય તેવી વ્યવસ્થા શાળાના મુખ્ય શિક્ષક કે આચાર્યએ શિક્ષકો મારફતે કરાશે. રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હોમ લર્નિંગ માટે પ્રસારિત કરવામાં આવનાર દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમનો મહત્તમ લાભ પોતાનાં વિદ્યાર્થીઓ નિયમિત રીતે લઈ શકે તે માટે જરૂરી મદદ અને સહકાર મળી રહે તે માટે વાલીઓને પણ અપીલ ક૨વામાં આવેલ છે.

- text