ધો. 10 પરિણામ : મોરબી જિલ્લાનું 64.62%, રાજ્યમાં 7માં ક્રમે

- text


મોરબી જિલ્લાના 30 વિદ્યાર્થીઓએ આ A1 ગ્રેડ મેળવી મેદાન માર્યું : મોરબી જિલ્લામાં 71.37% સાથે હળવદ કેન્દ્ર સૌથી આગળ

મોરબી : આજે સવારે ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધો. 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. મોરબી જીલ્લાનું 64.62% પરિણામ આવ્યું છે. તેમજ સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લાએ 7મુ સ્થાન મેળવ્યું છે.

- text

આ પરિણામ પર એક નજર કરીએ તો મોરબી જીલ્લાના 30 વિદ્યાર્થીઓએ આ A1 ગ્રેડ મેળવ્યો છે. જયારે 516 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. જો કે ધો. 10નું મોરબી જિલ્લાનું ગત વર્ષે 2019માં 74.09% પરિણામ હતું. જે ઘટીને આ વર્ષે 2020માં 64.62% આવ્યું છે. આમ, મોરબી જીલ્લાનું પરિણામ ગત વર્ષ કરતા 10% ઘટ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે મોરબી જીલ્લામાં સૌથી વધુ હળવદ કેન્દ્રનું પરિણામ છે. જેમાં હળવદ કેન્દ્રનું 71.37%, વાંકાનેર કેન્દ્ર 66.70%, સિંધાવદર કેન્દ્ર 66.32%, ચંદ્રપુર કેન્દ્ર 62.54%, મોરબી 64.04% , ટંકારા કેન્દ્ર 55%,ચરાડવા કેન્દ્ર 46.10% અને પીપળીયા કેન્દ્રનું 55.74 % પરિણામ છે.

- text