મોરબી જિલ્લાના ધાર્મિક સ્થાનો ખોલવાની માંગ સાથે રજુઆત

મોરબી : મોરબીના સામાજિક કાર્યકર મહાદેવભાઇ ગોહેલ દ્વારા સોશ્યલ ડિસ્ટનસના પાલન સાથે મંદિરો ખુલવા જોઇએ તેવી માંગણી ગુજરાત સરકારને કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું છે કે કોરોના કાળની આ કપરી પરિસ્થિતિ સામે માણસ ઝઝુમી રહ્યો છે. ત્યારે માનસિક સ્વાથ્ય જળવાય એ ખુબ જ જરૂરી છે. મંદિર એ માનસિક શાંતિ માટે આગવું સ્થાન છે. ગુજરતમાં પાન-માવા-ચા તથા બેન્કો અને રાશનની દુકાનોમાં લાંબી કતારો જોવા મળે છે. જ્યાં પોલિસ દ્વારા ફરજ પડાવવામાં આવે છે છતા વારંવાર કાયદાનો ભંગ થતો જોવા મળે છે. આથી, ઉલટું મંદિરોમાં જતો માણસ પોતાનિ શિસ્ત જાળવે જ અને નિયમોનું પાલન કરે જ તેવુ તેઓનું માનવું છે.

વધુમાં તેઓએ જણાવ્યું છે કે દર્શન કરવા જવાની પણ ઘણા લોકોને સારી ટેવો હોય છે. સતત ઘરમાં રહીને કૌટુબેિક તણાવ વધતો જાય છે અને માનસિક તેમજ શારીરીક સ્વાસ્થયા બગડતું જાય છે. બીજી તરફ નાના મંદિરોની સ્થિતિ આર્થિક રીતે કપરી છે. કારણ કે તેઓની આવક બંધ થઈ ગઈ છે. તો ગુજરાત સરકારને હવે નાના-મધ્યમ મંદિરો ખોલવા માટે અપીલ છે.આ ઉપરાંત, ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજા દ્વારા પણ વૉટ્સઅપ અને ટ્વીટરના માધ્યમથી મોરબી જિલ્લાના દેવસ્થાન ખોલવા બાબતે કલેકટર જે. બી. પટેલને રજૂઆત કરવામાં આવેલ છે. ગૌતમભાઈ વામજાએ જણાવ્યું છે કે કોરોનાની મહામારી દરમિયાન લોકડાઉનનું ચુસ્ત પાલન થાય એટલે આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની દુકાનો તથા મોલ, મંદિર, સિનેમા સહિતના દરેક સ્થળો બંધ હતા. પરંતુ હાલ થોડી છૂટછાટ મળી છે. ત્યારે મંદિરમાં સામાજિક અંતર રાખી સાથે નિયમોનું પાલન કરવી હરિના દ્વાર ખોલવા વિનંતી છે. જેમાં રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા, મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા તથા ટંકારાના ધારાસભ્ય લલિતભાઈ કાગથરાને ટેગ કરવામાં આવેલ છે.