માળિયા નજીક રેતી ભરેલા 9 ડમ્પર પકડી પાડતી એલસીબી

- text


190 ટન રેતીનો જથ્થો કરાયો સિઝ : ખાણ ખનીજ વિભાગને જાણ કરાઈ

મોરબી : મોરબી એલસીબી ટીમે માળિયા પાસે રેતી ભરેલા 9 ડમ્પર ઝડપી પાડ્યા છે.સાથે આ ડમ્પરમાં રહેલી 190 ટન જેટલી રેતીનો જથ્થો સિઝ કરી દીધો છે. આ મામલે ખાણ ખનીજ વિભાગને જાણ કરતા તેના દ્વારા પણ તપાસ ચલાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

- text

મોરબી એલસીબીની ટીમે ગત રાત્રે રેતી ચોરી ઉપર તવાઈ બોલાવી હતી. જેમાં માળિયાના ખાખરેચી અને વેજલપર ગામ વચ્ચેથી રેતી ભરેલા 9 ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા હતા. આ તમામ ડમ્પરને માળિયા પોલીસ મથકે લઈ જઈને ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી. હાલ ખાણ ખનીજ વીભાગે આ પ્રકરણની ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં એલસીબી પીઆઇ જાડેજા સહિતની ટિમ જોડાઈ હતી.

- text