મોરબીમાં કાર રિવર્સમાં લેતી વખતે પરિણીતાનું મોત

મોરબી : મોરબીમ પતિએ કાર રિવર્સમાં લેતા તેમની પત્ની કારની હડફેટે ચડી જતા તેણીનું મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના મહેન્દ્રપરા શેરી.નં ૧૭ માં રહેતા સચીનભાઇ મગનભાઇ રાવલ (ઉ.વ ૪૧) એ ગઈકાલે શેરીમાં પોતાના ઘર પાસે ફોર વ્હીલ ગાડી આર્ટિકા GJ.36.R.0428 વાળીને રીર્વસ લેતામાં લેતા તેમની પત્ની હિરલબેન હડફેટે ચડી જતા તેણીનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે દિવ્યેશભાઇ દિનકરરાયભાઇ જોષીએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.