વિદ્યાર્થીઓ જાણો……છેલ્લા 5 વર્ષમાં B.Sc.માં પ્રથમ નંબરે કઈ કોલેજ આવે છે?

વર્ષ 2019 માં 4 વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ નંબર મેળવવાનું બહુમાન મેળવતી મોરબીની એકમાત્ર એટલે નવયુગ મહિલા સાયન્સ કોલેજ.. જે હાલમાં મોરબીના સ્ટુડન્ટ્સની પહેલી પસંદ છે અને આ તો માત્ર છેલ્લા એક જ વર્ષનું રીઝલ્ટ છે. મોરબીનું નામ રોશન કરતા આવા ઝળહળતા રીઝલ્ટ તો નવયુગ મહિલા સાયન્સ કોલેજ છેલ્લા 5 વર્ષથી આપે છે.

મોરબીમાં શિક્ષણ ક્ષેત્રે શિરમોર એવી નવયુગ મહિલા સાયન્સ કોલેજની અભૂતપૂર્વ સિદ્ધિ, વર્ષ 2019 માં લેવાયેલી સેમ. 1 થી 6ની વિવિધ પરીક્ષાઓમાં સેમ 3, 4, 5, 6 ની પરીક્ષામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે નવયુગની જ વિદ્યાર્થિનીઓ રહી છે.

B.Sc. Sem 3 : પંડ્યા પ્રાચી (યુનિવર્સિટી 1st)
B.Sc. Sem 4 : અઘારા પ્રેરણા (યુનિવર્સિટી 1st)
B.Sc. Sem 5 : સાણંદિયા પ્રિયા (યુનિવર્સિટી 1st)
B.Sc. Sem 6 : ઠાકર અમી (યુનિવર્સિટી 1st)

આ પરીક્ષાઓમાં યુનિવર્સિટીના Top-10 માં નવયુગની કુલ 15 વિદ્યાર્થિનીઓ આવેલ છે અને મોરબી જિલ્લા Top-10 માં નવયુગની 32 વિદ્યાર્થિનીઓ સ્થાન પામેલ છે.

મોરબીની તમામ સાયન્સ કોલેજોમાં આવું અદ્વિતીય રિઝલ્ટ મેળવવા બદલ સર્વત્રથી લોકોએ અભિનંદનનો ધોધ વહાવ્યો છે.

સંસ્થાના પ્રમુખ શ્રી પી. ડી. કાંજીયા સાહેબે પણ વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિ બદલ બિરદાવ્યા છે.