વધુ એક મહિલા મંજૂરી વિના રાજકોટથી મોરબી આવતા ગુનો દાખલ

- text


મોરબી : લોકડાઉનના પગલે પરવાનગી વગર જિલ્લા ફેર કરવું ગુનો છે. તેમ છતાં અન્ય જિલ્લાઓમાંથી ગેરકાયદેસર મોરબી જિલ્લામાં પ્રવેશ મેળવીને અહીં રહેવા લાગ્યા હોવાનું તંત્રને ધ્યાને આવતા આ તમામ સામે ગુનો દાખલ કરીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

- text

મોરબીના વીશીપરા વિસ્તારમાં મહાકાળી મંદિર પાસે રોહીદાસપરામાં રહેતા પરષોતમભાઇ ધુડાભાઇ ચૌહાણના પત્ની દક્ષાબેન ગૌરીદડ મેઇન રોડ, રાજકોટથી મોરબી આવ્યા હોવાનું તંત્રને ધ્યાનમાં આવ્યું છે. જેથી, દક્ષાબેનની વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મોરબીના જાહેરનામાનો ભંગ કરવા તથા કોરોના વાયરસનું સંક્રમણ વધે તેવુ બેદરકારીભર્યુ ક્રુત્ય કરવા બદલ ગુનો નોંધવામાં આવેલ છે. તેમજ આરોગ્ય તંત્રએ તકેદારીના પગલાં લીધેલ છે.

- text