મોરબીની જે. એ. પટેલ કોલેજનો B.Sc Sem-1ના પરિણામમાં દબદબો

- text


મોરબી : મોરબીની જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજએ ગત જૂન-2019માં B.Scના કોર્સના અભ્યાસ કરાવવા માટેની મંજૂરી મેળવેલ છે. ત્યારે પ્રથમ વર્ષે જ B.Sc Sem-1ના પરિણામમાં કોલેજે મેદાન માર્યું છે. કોલેજની કુલ 53 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપેલ હતી. જેમાંથી 19 વિદ્યાર્થીનીઓએ ડિસ્ટીંશન મેળવ્યું છે. તેમજ 33 વિદ્યાર્થીનીઓ ફર્સ્ટ ક્લાસ સાથે ઉતીર્ણ થઇ છે. આમ, કોલેજનું 96.22% પરિણામ આવ્યું છે. આગામી વર્ષ માટે કોલેજમાં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરુ થઇ ગયેલ છે.

- text