મોરબીમાં યુવાનને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

- text


મોરબી : મોરબીના સામાકાંઠે રહેતા યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધી છે. આ બનાવની મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી ૨ સો ઓરડી રામદેવનગર પાસે રહેતા રફીકભાઇ યાસીનભાઇ ભટ્ટી ઉ.વ. ૨૧ નામના યુવાને ગઈકાલે પોતાના ઘરે કોઇ પણ અગ્મ્ય કારણોસર ગળે ફાસો ખાઇ જતા તેનું મોત નીપજ્યું હતું. બાદમાં તેના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બી ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે જાણવા તપાસ હાથ ધરી છે.

- text