મોરબી જિલ્લામાં લોકડાઉનના ભંગ બદલ 8 મહિલાઓ સહિત 73 લોકો સામે ગુન્હો દાખલ

- text


મોરબી એ.ડીવી.માં 19, બી ડીવી.માં 09, મોરબી તાલુકામાં 6, વાંકાનેર સીટી.માં 13, વાંકાનેર તાલુકામાં 06, ટંકારામાં 07, હળવદમાં 08 અને માળીયા મી.માં 02 સામે જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ : મોરબી સીટી. એ.ડીવી.માં 8 મહિલાઓ વિરુદ્ધ પણ ગુન્હો દાખલ

મોરબી : જિલ્લામાં લોકડાઉનના ભંગ બદલ શુક્રવારે કુલ 73 લોકો સામે કલમ 188 મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

જે મુજબ મોરબી એ.ડીવી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં 19, બી ડીવી. પોલીસ સ્ટે. વિસ્તારમાં 09, મોરબી તાલુકામાં 06, વાંકાનેર સીટી.પોલીસ સ્ટે.વિસ્તારમાં 13, વાંકાનેર તાલુકામાં 06, ટંકારામાં 07, હળવદમાં 08 અને માળીયા મી. પીલીસ સ્ટે.ની હદમાં 02 સહિત કુલ 70 લોકો સામે આઇપીસી કલમ 188 મુજબ જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ પૈકી ઘણા દુકાનદારો, શાકભાજીની ધંધાર્થી મહિલાઓ અને કારણ વગર ઘર બહાર નીકળતા લોકોનો સમાવેશ થાય છે. શુક્રવારે મોરબી માર્કેટિંગયાર્ડ નજીકથી કુલ 11 શાકભાજીની રેંકડીઓ કબ્જે લેવાઈ હતી. જેમાં મોટેભાગે મહિલાઓ દંડાઈ હતી, કે જેઓ ગ્રાહકો વચ્ચે સામાજિક અંતર જાળવીને નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ નીવડી હતી.

- text

ઉપરોક્ત કેસોમાં દુકાનો ખુલ્લી રાખવા બદલ 8 સામે, ટોળું એકઠું કરવા બદલ 13 કેસોમાં 55 લોકો સામે, બિનજરૂરી અવરજવરના 7 કેસોમાં 7 લોકો સામે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ 1 કેસમાં 3 લોકો સામે કેસો દાખલ કરવામાં આવ્યા છે. લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરી વાહન લઈ બહાર નીકળતા કુલ 3 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. આમ શુક્રવારે જાહેરનામા ભંગના કુલ 29 કેસો કરવામાં આવ્યા હતા. જેમાં 73 લોકો સામે કલમ 188 મુજબ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text