મોરબીમાં બીજા દિવસે પણ રેશનિંગ વિતરણનો લાભ લેવા લોકોની પડાપડી

- text


વહેલી સવારથી જ લોકો રેશનિંગની દુકાનોમાં ઉમટી પડ્યા : પોલીસે ટોકન સિસ્ટમ લાગુ કરીને વધારાના લોકોને દૂર કર્યા

મોરબી : મોરબીમાં આજે બીજા દિવસે પણ રેશનિગ વિતરણનો લાભ લેવા લોકોએ પડાપડી કરી હતી. જેમાં આજે વહેલી સવારથી દરેક રેશનિંગની દુકાનોમાં લોકોની ભીડ ઉમટી પડી હતી. ત્યારે તંત્ર અને પોલીસે દ્વારા ભીડને કાબુમાં લેવા માટે લોકોને ટોકનનું વિતરણ કરીને વધારાના લોકોને દૂર કરી દીધા હતા. મામલતદાર સહિતની ટીમે ગ્રામ્ય વિસ્તારોમાં અસરકારક વ્યવસ્થા ગોઠવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

- text

મોરબીમાં ગઈકાલે પ્રથમ દિવસે રેશનિંગ વિતરણમાં અસમંજભરી સ્થિતિ સર્જાય બાદ આજે બીજા દિવસે રેશનિંગની દુકાનોમાં ભારે ભીડ ઉમટી પડી હતી. રેશનિંગ વિતરણનો લાભ લેવા માટે લોકો મોટી સંખ્યામાં દરેક રેશનિંગની દુકાનોમાં ઉમટી પડ્યા હતા અને વહેલી સવારથી રેશનિંગની દુકાનોમાં લોકોની લાંબી લાઈનો લાગી હતી અને સવારના 8 વાગ્યા સુધીમાં તો 200 થી વધુ લોકોની લાઈનો લાગી હતી. મોટાભાગની જગ્યાએ લોકોની ભારે ભીડ ઉમટી પડતા પોલીસ દોડી ગઈ હતી. ભીડ ન થાય તે માટે લોકોને ટોકન આપીને વધારાના લોકોને દૂર કરી દીધા હતા. ઉપરાંત શહેર મામલતદાર અને તાલુકા મામલતદાર સહિતની ટીમોએ રાઉન્ડ ધ ક્લોક શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને ભીડમાં ઉભેલા લોકો વચ્ચે સામાજિક અંતર રાખવાની વ્યવસ્થા કરી હતી અને જ્યાં જ્યાં ખામી સર્જાય ત્યાં તકેદારીના પગલાં લીધા હતા. જોકે આજે પણ રેશનિંગ ન મળવાનું હોય તેવા રેશનકાર્ડના ધારકો ઉમટી પડ્યા હતા અને આવા લોકોએ મામલતદાર કચેરી ધક્કા કર્યા હતા. આથી મામલતદાર કચેરીએ ભીડ ન થાય તે માટે પોલીસે ત્યાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

- text