ટંકારાના ઓટાળા ગામે શ્રમિક દંપતીની હત્યા મામલે ત્રણ શંકમંદો સામે ગુનો નોંધાયો

- text


વાડી માલિકની ફરિયાદ પરથી પોલીસે ત્રણ શંકમંદો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ

ટંકારા : ટંકારાના ઓટાળા ગામે ગઈકાલે લોકડાઉન વચ્ચે શ્રમિક દંપતીની હત્યા કરવામાં આવી હતી. આ મામલે ટંકારા પોલીસે સઘન તપાસ કરતા મૃતક સાથે વાડીમાં અન્ય કામ કરતા તેના પરિચિત ત્રણ શખ્સોની શંકાસ્પદ ભૂમિકા બહાર આવતા આ ત્રણેય શંકમંદોએ જૂની અદાવતમાં બેવડી હત્યા કર્યાની શંકાના આધારે પોલીસે આ અંગે વાડી માલિકની ફરિયાદ પરથી ત્રણેય સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ટંકારા તાલુકાના ઓટાળા ગામની સીમમાં આવેલી વાડીએ રહીને ખેતમજૂરી કરતા શ્રમિક દંપતી કારીબેન દસરથભાઇ કવસાવા (ઉ.વ. ૨૬) અને તેના પતિ દસરથભાઇ કાલીયાભાઇ વસાવાની ગઈકાલે હત્યા કરાયેલી હાલતમાં લાશો મળી આવી હતી. આથી, ટંકારા પોલીસે આ દંપતીની કોણે? અને શું કામ હત્યા કરી છે? આ હત્યામાં મૃતકના પરિચિતોની કોઈ ભૂમિકા છે કે કેમ? તે અંગે સઘન તપાસ હાથ ધરી હતી. આથી, હાલ ત્રણ શંકમંદો પોલીસની શંકાના ઘેરામાં આવ્યા છે.

- text

હાલમાં ટંકારા પોલીસે આ અંગે વિધિવત ગુનો દાખલ કર્યો છે. જેમાં વાડી માલિક દિલીપભાઇ છગનભાઇ દેસાઇએ કોઇ અજાણ્યા માણસો જેમાં શકદારો તરીકે પાતલીયા માવી તથા વેસ્તીબેન તથા તેના છોકરા રવિ તથા સુમેર સામે દંપતીની હત્યા કર્યાની શંકાના આધારે ફરિયાદ નોંધાવી છે. જો કે આ શકદારો પોલીસની હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે અને થોડા સમયમાં આ હત્યા સામે ચોંકાવનારો ખુલાસો થવાની શકયતા છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text