નવલખી પાસેના જુમવાડીના લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવા રજૂઆત

- text


મોરબી : ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના સૌરાષ્ટ્રના જનરલ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવા દ્વારા નવલખી પાસેના જુમવાડીના લોકો માટે જીવન જરૂરિયાત એવા પીવાના પાણીની વ્યવસ્થા કરવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.

- text

આ રજુઆત અનુસાર મોરબી જિલ્લાના માળીયા (મી.) તાલુકાના નવલખી પાસે આવેલ જુમાવાડી વિસ્તારના લોકો કે જે મજૂર વર્ગના લોકો છે. હાલમાં લોકડાઉનના કારણે તેઓ પોતાના કામ પર જઈ શકતા નથી. હાલમાં આ વિસ્તારમાં પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી. ગત સાલે પણ ટેન્કર દ્વારા પાણી આપવામાં આવતું હતું. જે હાલમાં બંધ છે. લોકો હાલમાં વેચાતું પાણી લેવા મજબૂર થયેલ છે. અને લોકડાઉનના કારણે કોઈ વાહન વાળા આવતા નથી. જેથી, આ લોકો કાયદા વિરુદ્ધ ઘર બહાર નીકળવા મજબૂર થવું પડે છે. પરંતુ રોજગાર બંધ હોવાથી તેઓ પાસે પૈસા પણ નથી. જેથી, આ લોકો ખુબ જ કફોડી પરિસ્થિતિમાં મુકાયેલ છે. તો આ બાબતે તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવા જરૂરી આદેશો કરવા અપીલ કરાઈ છે.

- text