મોરબીમાં લોકડાઉન વચ્ચે યોજાયેલા તાવામાં ડખ્ખો થતા યુવાનને માર માર્યો

- text


ત્રણ શખ્સોએ યુવાનને ધક્કો દઈ પાડી દઈને માર માર્યાની એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીમાં લોકડાઉન ચાલતું હોય જાહેરમાં ભીડ ન થાય તે માટે જાહેર કાર્યક્રમો કરવાની તંત્રની સ્પષ્ટ મનાઈ છે. ત્યારે મોરબી રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ મેલડી માતાજીના મંદિરે ચાર પાંચ મિત્રો દ્વારા તાવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાવો ખાધા બાદ થાળી ન ધોવા બાબતે મારામારી થઈ હતી અને યુવાનને ત્રણ શખ્સોએ ધક્કો મારી પાડી દઈને માર માર્યો હોવાની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

- text

આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના રવાપર રોડ ઉપર રહેતા સુરેશ નાનજીભાઈ મિયાત્રા ઉ.વ.19 નામના યુવાને તેના જ મિત્રો ગોપાલ દેવદાન, જયદીપ ઉર્ફે ભોલો દેવદાન ડાંગર અને કિશન દેવદાન ડાંગર સામે એ ડિવિજનમાં ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે ફરિયાદી અને આરોપીઓ મિત્રો હોય તેમના દ્વારા મોરબી રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ મેલડી માતાજીના મંદિરે તાવાનું આયોજન કરવામાં આવ્યું છે. તે સમય ફરિયાદી યુવાન તાવો ખાધા પછી માવો ખાઈ રહ્યો હતો. આથી, આરોપીઓએ ઉશ્કેરાઈને કહ્યું કે તેને હવા આવી ગઈ છે. તાવો ખાઈને થાળી કેમ ધોતો નથી તેમ કહીને આરોપીએ યુવાનને ધક્કો દઈને પાડી દેતા નીચે પટકાતા તેને ઇજા થઇ હતી અને આરોપીઓએ યુવાનને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લોકડાઉન વચ્ચે યોજાયેલા તાવામાં આ રીતે મારામારી થયાની ફરિયાદ નોંધાતા પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

- text