- text
મોરબી : મોરબીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આર. ઓ. પટેલ મહિલા કોલેજમાં કોમર્સ વિભાગમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે ફરજ બજાવતા પ્રાધ્યાપક મયુરભાઈ હાલપરાએ તાજેતરમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા દ્વારા આયોજિત રાજ્યની સરકારી, ગ્રાન્ટ-ઇન-એઇડ અને સ્વનિર્ભર કોલેજોમાં ભરતી માટેની લાયકાત ગણાતી GSET (Gujarat State Eligibility Test) એક્ઝામમાં ઉતીર્ણ થઈ તેમના માતા-પિતા, ગુરુજનો તથા ગામ નેકનામનું તેમજ કોલેજ, સંસ્થા અને જીલ્લાનું ગૌરવ વધારી હાલપરા પરીવારનું નામ રોશન કર્યું છે.
- text