વાંકાનેર : વરડુંસર પ્રા. શાળાની વિશિષ્ટ કામગીરીથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી થયા અભિભૂત

વાંકાનેર : વાંકાનેર તાલુકાની વરડૂસર પ્રાથમિક શાળાની જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખ તેમજ તાલુકા શિક્ષણ અધિકારી ગરચર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ વેળાએ શાળાની વિશિષ્ટ કામગીરી જોઈને જિલ્લા શિક્ષણાધિકારી અભિભૂત થઈ ગયા હતા અને તેઓએ તમામ શિક્ષકોને બિરદાવ્યા હતા.

વરડુંસર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા છાત્રોના વાલીઓનું એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે. જેમાં છાત્રોને લગતી તમામ સૂચનાઓ વાલી સુધી પહોંચાડવામાં આવે છે. વધુમાં ધો.6થી 8ના છાત્રો QR કોડનો ઉપયોગ કરીને તમામ વિષયોનું ઓનલાઇન શિક્ષણ મેળવે છે. આ સાથે ડીએલએસએસમાં 45 બાળકો ઉજ્જવળ ભવિષ્ય બનાવી રહ્યા છે. નવોદય વિદ્યાલયમાં આ શાળાના વિદ્યાર્થીઓએ પણ પ્રવેશ મેળવેલ છે. ઉપરાંત અનેક વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે સિદ્ધિઓ મેળવી ચુક્યા છે.