હળવદના યુવા પત્રકારની પુત્રી હિન્દી પ્રચાર સમિતિની પરીક્ષામાં ઉતીર્ણ

- text


હળવદ : હળવદના ઈશ્વરનગર ગામે માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ રાજકોટ દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૯ અને ૧૦ ના ૯૮ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં હળવદના યુવા પત્રકારની પુત્રી ઉતીર્ણ થતાં સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવી હતી.

- text

દેશની રાષ્ટ્રભાષા હિન્દી હોવાથી હિન્દી પ્રત્યે લોકોમાં જાગૃતતા ફેલાવવા અને લોકોમાં હિન્દીનો વધુમાં વધુ વ્યાપ વધે, તે માટે સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ – રાજકોટ દ્વારા હળવદના ઈશ્વરનગર ગામમાં આવેલી માધ્યમિક શાળામાં ધોરણ ૯ થી ૧૦ ના ૯૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં હળવદના યુવા પત્રકાર સુરેશભાઈ સોનગરાની પુત્રી શ્રદ્ધા સોનગરા ઉત્તીર્ણ થતાં સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવી હતી. તેને ૧૦૦ માર્કસના પેપરમાંથી ૭૫ માર્ક્સ મેળવ્યા હતા. હળવદના ઈશ્વરનગર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી શ્રદ્ધાબેન સુરેશભાઈ સોનગરા એ શાળાનું ગૌરવ વધાર્યું હતું. હિન્દી પરીક્ષામાં ઉત્તીર્ણ થતા સગાવહાલાઓ તેમજ મિત્રવર્તુળ એ શુભેચ્છાઓ પાઠવી હતી.

- text