મોરબી : એલ.ઇ.કોલેજના પ્રોફેસરો દ્વારા કાળા કપડાં પહેરીને વિરોધ પ્રદર્શન કરાયું

7માં પગાર પંચ મામલે ડીગ્રી ઇજનેરી કોલેજના આધ્યપકોનું ચાલતું આંદોલન

મોરબી : મોરબીમાં ડીગ્રી ઇજનેરી કોલેજના આધ્યપકોએ 7 પગાર પંચ મામલે તબબકાવાર આંદોલનના મંડાણ કર્યા છે. જેમાં મોરબીની એલ.ઇ.કોલેજના ડીગ્રી ઇજનેરી કોલેજના આધ્યપકોએ કાળી પટ્ટી અને કાળા કપડાં પહેરીને અનોખુ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સરકાર દ્વારા ટેકનીકલ શિક્ષણમાં હજુ સુધી 7 માં પગાર પંચનો લાભ ન આપતા ડિપ્લોમા ઇજનેરી એટલે કે સરકારી પોલીટેક્નિકલના આધ્યપકોએ આંદોલન મંડાણ કર્યા હતા. આ અગાઉ ગુજરાત સરકારી ડીગ્રી ઇજનેરી કોલેજના અધ્યાપક મંડળે રજુઆત કરી હતી કે કેન્દ્ર સરકારે સાતમા પગાર પંચના લાભો જાહેર કર્યા બાદ રાજ્યના મોટાભાગના સરકારી કર્મચારીઓ અને સ્કૂલો તેમજ વોકેશનલ કોલેજો-યુનિમાં અધ્યાપકો અને કર્મચારીઓને આ લાભ પ્રાપ્ત થયો છે. પરંતુ ગુજરાત સરકારે હજુ સુધી ડીગ્રી ઇજનેરી કોલેજના અધ્યાપકોને સાતમા પગાર પંચનો લાભ આપ્યો નથી.

આ ઉપરાંત, 2016 થી યુજીસીના નિયમ મુજબ કેરોયર એડવાસન્સમેન્ટનો લાભ પણ આપ્યો નથી. આથી, આ ડીગ્રી ઇજનેરી કોલેજના અધ્યાપકો અગાઉ ઘડેલી રણનીતિ મુજબ આજથી આંદોલન ઉપર ઉતર્યા છે. આ મોરબી યુનિટના પ્રેસિડેન્ટ આર.એસ. ડામોર અને સેક્રેટરી લોરીયા સાહેબના નેજા હેઠળ મોરબી એલ. ઇ. કોલેજના ઇજનેરી અધ્યાપકોએ કાળા કપડાં પહેરીને ઉગ્ર દેખાવો કર્યા હતા. હવે પછી તા.16 થી 21 માર્ચ સુધી રેલી સહિતના કાર્યક્રમો યોજાશે.