ટંકારા : B.Sc. Sem-3માં ઓ. આર. ભાલોડીયા મહિલા સાયન્સ કોલેજનું ઉત્કૃષ્ટ પરિણામ

- text


ટંકારા : તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાહેર થયેલ પરિણામમાં B. Sc. Sem-3માં ઓ. આર. ભાલોડીયા મહિલા સાયન્સ કોલેજનું 72% જેટલું ઉચ્ચ પરિણામ આવેલ છે. જેમાં કોલેજની વિદ્યાર્થીની સીરસા ધારાબેન એ 82% મેળવી સમગ્ર કોલેજમાં પ્રથમ સ્થાન, ડાકા કિન્નરીબેન એ 79% સાથે દ્વિતીય સ્થાન તેમજ નમેરા ચિતવા એ 78% સાથે તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ તમામ વિદ્યાર્થીઓને કોલેજના પ્રિન્સિપાલ ડો. અતુલભાઇ માકાસણા એ તેમજ ટ્રસ્ટના મંત્રી ધનજીભાઈ ઝાલરીયા એ અભિનંદન પાઠવ્યા હતા.

- text