મોરબીમાં ગુરુવારે ડાક-ડમરનો કાર્યક્રમ

મોરબી : મોરબીમાં લીમડાવાળા મામાદેવ ગ્રુપ દ્વારા આગામી તા. 5 માર્ચના રોજ રાત્રે 10 કલાકે લીમડાવાળા મામાદેવ, લાતીપ્લોટ શેરી નં. 6, પટેલ ટ્રાન્સપોર્ટ પાછળ, મુનનગર ખાતે ડાક-ડમરના કાર્યક્રમનું આયોજન કરેલ છે. જેમાં ડાક-ડમરના કલાકાર ધર્મેશભાઈ રાવલ દ્વારા કલા પ્રસ્તુતિ કરવામાં આવશે. જેમાં આયોજકો દ્વારા માતાજીના બાનાધારીઓ અને મામા સાહેબના બાનાધારીઓ સહીતના ભાવિકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.