મોરબી : બી.કોમ સેમ-1ના પરિણામમાં આર. ઓ. પટેલ મહિલા કોલેજનો દબદબો

- text


મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા તાજેતરમાં બી.કોમ. સેમેસ્ટર 1 (ન્યુ કોર્ષ) નું 37.70% જેટલું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે‌. જેમાં મોરબીની શિક્ષણ અને સંસ્કાર ક્ષેત્રે હરહંમેશ અગ્રેસર એવી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આર.ઓ. પટેલ મહિલા કોલેજનું ઈંગ્લીશ મિડીયમનું રીઝલ્ટ 80% જેટલું રેકોર્ડબ્રેક અને ગુજરાતી મિડીયમનું રીઝલ્ટ 67% જેટલું મેળવી તેમજ આમ એકંદરે બન્ને સાથે મળીને કોલેજનું 74% જેટલું રીઝલ્ટ મેળવીને B Com. Sem 5, 3 અને ત્યારબાદ સેમેસ્ટર 1 માં પણ યુનિવર્સિટી કક્ષાએ તથા મોરબી જિલ્લામાં કોમર્સ કોલેજનો દબદબો જાળવી રાખી સંસ્થા અને કોલેજ પરીવારનું ગૌરવ વધાર્યું છે. છેલ્લાં 6 વર્ષોથી આવા ઝળહળતાં રીઝલ્ટ માટે ક્વોલિટી બૈઝ્ડ એજ્યુકેશન આપીને સૌરાષ્ટ્રની એક અગ્રણી કોમર્સ કોલેજ તરીકે ઉભરી આવી છે.

કોલેજમાં પ્રથમ નંબરે જાની વિધિ 635/800, બીજા નંબરે ડાભી વૈશાલી 633/80‌0, ત્રીજા નંબરે બરાસરા નેહા 616/800, ચોથા નંબરે ચાવડા રવિના 612/800, પાંચમા નંબરે પરમાર વૈભવી 610/800 માર્કસ મેળવી સંસ્થા અને કોલેજ પરીવારનું નામ સમગ્ર સૌરાષ્ટ્રમાં ગુંજતું કર્યું છે. કુલ 266 વિધાર્થિનીઓ માંથી 189 વિધાર્થિનીઓ એટલે કે 71% વિધાર્થિનીઓએ ફર્સ્ટ ક્લાસ (60% થી વધુ) મેળવીને કોલેજની યશકલગીમાં વધુ એક અદ્વિતીય સિદ્ધીનો ઉમેરો કર્યો છે. શિક્ષણનું માર્કેટિંગ નહીં પણ શિક્ષણનું જતન આ સંસ્થા અને કોલેજનો હંમેશને માટે મૂળમંત્ર છે. ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટેની નવીનત્તમ પધ્ધતિઓ સ્વીકારવા કોલેજનો સ્ટાફ હરહંમેશા પ્રયત્નશીલ રહે છે.

- text

સર્વે વિધાર્થીનીઓને કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ વલમજીભાઈ અમૃતિયા, કોલેજના પ્રિન્સિપાલ અશ્વિનભાઈ ગામી, કોમર્સ વિદ્યાશાખાના હેડ ઑફ ડિપાર્ટમેન્ટ મયુરભાઈ હાલપરા તથા કોમર્સ વિદ્યાશાખાના સર્વે સ્ટાફગણ તરફથી વિધાર્થિનીઓને શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં આવી જ ઉત્તરોતર ઉન્નતિ કરી પરિવારનું ગૌરવ વધારીને સમાજ તેમજ રાષ્ટ્ર ઉપયોગી કામગીરી કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.

- text