પીપળીમાં શનિવારે નિ:શુલ્ક સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ

- text


પીપળી : પીપળીમાં આગામી તારીખ 7-3-2020ના રોજ ગજાનંદ પાર્ક દ્વારા વિનામુલ્યે જન્મથી 12 વર્ષ સુધીના બાળકો માટે સુવર્ણપ્રાશન ટીપા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ સવારે 9 થી 12 દરમિયાન પીપળી ગ્રામ પંચાયતના ગ્રાઉન્ડમાં રાખવામાં આવશે.

- text

આયુવેર્દના ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે બાળકોને સુવર્ણ પ્રાસનના ટીપા દરરોજ પીવડાવવાથી બાળકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. પાચનતંત્રમાં સુધારો કરે છે. યાદશક્તિમાં વધારો કરે છે. બાળકોનો ગુસ્સો તથા ચીડચીડિયાપણુ ઓછું થાય છે. બદલાતા વાતાવરણમાં તાવ, શરદી, વાયરલ ઈન્ફેક્શનથી બચાવ કરે છે. શારીરિક તથા માનસિક વિકાસમાં મદદરૂપ થાય છે. સુવર્ણપ્રાશનના ટીપા દરરોજ બાળકોને પીવડાવવાથી બાળકનું સ્વાથ્ય જળવાઈ રહે છે. અને જો 6 માસ સુધી દરરોજ આ ટીપા પીવડાવવા માં આવે તો બાળક એક વખત સાંભરેલું કે વાંચેલું તેને યાદ રહી જાય છે. તેની યાદશક્તિ વધે છે. આં સુવર્ણ પ્રસાન ટીપા આયુવેર્દના પ્રાચીન ગ્રંથમાં બતાવેલી વિધિ પ્રમાણે વ્યાદિક મંત્રોચારથી 100 % શાસ્ત્રિય વિધિથી સર્ટિફાઈડ બનાવેલ છે. તેથી તેની કોઈ આડઆસર થતી નથી. માટે પીપળી તથા મોરબીના વધુ ને વધુ બાળકો આ કેમ્પનો લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે. તેમ આ કેમ્પના મુખ્ય આયોજક ગજાનંદ પાર્કના સભ્ય લતાબેન પનારા તથા તથા પીપળી ગ્રામ પંચાયત સરપંચ પ્રવીણસિંહ ઝાલા, ગજાનંદ પાર્ક પ્રમુખ જયદેવસિંહ જાડેજા તથા તેમની ટીમ દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text