ટંકારાની એમ. પી. દોશી વિદ્યાલયમાં ગર્લ્સ ચાઈલ્ડ ડેની ઉજવણી

- text


ટંકારા : ટંકારા તાલુકા સેવા સત્તા મંડળ દ્વારા એસ. એન. પુંજાણીના માર્ગદર્શન હેઠળ ટંકારાની એમ. પી. દોશી વિદ્યાલયમાં ગર્લ્સ ચાઈલ્ડ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે કાનૂની સલાહકાર મુકેશ બારૈયા, શાળાના આચાર્ય દિનેશભાઇ સવસાણી, મદદનીશ શિક્ષક મિત્તલબેન કોરીંગા દ્વારા ગર્લ્સ ચાઈલ્ડ ડે વિષે માહિતી તથા તે અંગે કાનૂની સલાહ આપવામાં આવી હતી. જેનો લાભ શાળાના 60 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

- text