રામચોક પાસે પાલિકાના ટ્રેકટરમાંથી ગટરનો કદળો ઢોળાયો

- text


મુખ્ય રસ્તા પર ગટરની ગંદકી ફેલાતા વાહન ચાલકોને પડતી હાલાકી

મોરબી : મોરબી પાલિકા સફાઈ પ્રશ્ને તો ભારે ઉદાસીનતા દાખવે છે પણ આજે તંત્રની વધુ એક ઘોર બેદરકારી પ્રકાશમાં આવી છે. જેમાં ગતરાત્રે ગટરની સફાઈ કરીને તેનો કચરો લઈને જઈ રહેલા એક ટ્રેક્ટરમાંથી મોરબીના શનાળા રોડ ઉપર રામચોક પાસે રસ્તાની વચ્ચોવચ ગટરની ગંદકી ઠલવાઇ ગઈ હતી. જેથી, ભારે દુર્ગંધ ફેલાવાથી વાહન ચાલકો અને વેપારીઓને હાલાકી ભોગવવી પડી રહી છે.

- text

મોરબી પાલિકા તંત્ર દ્વારા રસ્તા ઉપર રહેલા કચરો અને ગટરોની સફાઈ કરીને વાહનોમાં ભરીને લઈ જવાય છે. જેમાં ગતરાત્રે ગટરની સફાઈ કર્યા બાદ ગટરની ગંદકીનો કચરો એક ટ્રેક્ટરમાં લઈ જવાતો હતો. દરમિયાન આ ટ્રેક્ટરમાંથી ગટરની ગંદકીનો કદળો મોરબીના શનાળા રોડ ઉપર આવેલ રામચોક પાસે રસ્તાની વચ્ચે ઢોળાઈ ગયો હતો. જો કે રસ્તા ઉપર ટ્રેક્ટરમાંથી ગટરની ગંદકી ઢોળાઈ ગયા બાદ ટ્રેકટર ચાલકે પાછું વળીને જોવાની તસ્દી પણ લીધી ન હતી. રસ્તા ઉપર ગટરની દુર્ગંધ ફેલાતા સ્થાનિક વેપારીઓને ભારે મુશ્કેલીઓ પડી રહી છે અને વાહનોને અવરજવર કરવામાં પણ ભારે હાલાકી પડી રહી છે. રસ્તા ઉપર જ ગટરનો ચીકણો કચરો ઢોળાયો હોવાથી વાહનો સ્લીપ થવાની શકયતા છે. જો કે આ ગટરનો કચરો ઉપાડવાની તંત્રએ તસ્દી ન લેતા સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

- text