મોરબીના વહીવટી તંત્ર દ્વારા કાલે મંગળવારે નારી સંમેલન અને કાયદાકીય જાગૃતિ શિબિર યોજાશે

- text


મોરબી : ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર મોરબીના સંયુક્ત ઉપક્રમે મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપવા તથા બંધારણ દિવસની ઉજવણી નિમિત્તે મહિલાઓને કાયદાકીય જાગૃતિ અને નારી અદાલતની સમજ આપવાના હેતુસર નારી સંમેલન અને કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયાના અધ્યક્ષસ્થાને આવતીકાલે તા. 21 જાન્યુઆરીના રોજ બપોરે 12 કલાકે નગર પાલિકાના ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સંસદસભ્યો, ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના ચેરમેન ઉપસ્થિત રહેશે.

- text