હરીપર ગામમાં કચરા વ્યવસ્થાપન અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો

- text


માળીયા (મી.) : તાજેતરમાં ગુજરાત ઇકોલૉજી કમિશન, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જીવન રેસીડેન્સીયલ વેલ્ફેર એસોસિએશનના સહયોગથી મોરબી જિલ્લાના માળીયા (મી.) તાલુકાના હરીપર ગામમાં ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપન વિષયના અનુસંધાને એક તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજેશ લકુમ અને જીગ્નેશ પરમાર દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન માટે પાણી બચાવો, જળ વાયુ પરિવર્તન, માનવ દ્વારા પર્યાવરણને નુકસાન અને પર્યાવરણ પ્રત્યે આપણી જવાબદારી તથા તેને બચાવવા માટે જરૂરી પગલાં, કચરાનો યોગ્ય નિકાલ અને કચરાનું વ્યવસ્થાપન, વૃક્ષારોપણ, નદી-તળાવની સ્વચ્છતા અને કુદરતી સંસાધન ઉપયોગ અને જાળવણી વિષે લોકોને માહિતી આપી હતી. જેમાં ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો.

- text