ટંકારા પોલીસ મથકના ચોરીના ગુનામાં પાંચ વર્ષથી ફરાર આરોપી અંતે પકડાયો

- text


ટંકારા : ટંકારા તાલુકા પોલીસ મથકના ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી પપ્પુભાઈ કલાભાઈ ભુરિયા ઉ.વ.35ને મોરબી એસઓજી ટીમે શાપર વેરાવળ ગામના પાટિયા પાસે રાજનના ગેઇટની અંદર ઝુંપડામાંથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં હેડ કોન્સ.રસિકભાઈ કડીવાર, પરેશભાઈ પરમાર, કિશોરભાઈ મકવાણા, કોન્સ.ભરતભાઇ ડાભી, ધર્મેન્દ્રભાઈ પટેલ, રમેશભાઈ રબારી અને સતિષભાઈ ગરચર રોકાયેલ હતા.

- text