મોરબી : પોલિયો નાબુદી અભિયાન 2020ના ભાગરૂપે જિલ્લા કક્ષાના પોલિયો બુથનો શુભારંભ

- text


રાજપર ગામે તાલુકા કક્ષાના પોલિયો બુથનું ઉદઘાટન કરાયું

મોરબી : મોરબીમાં આજે રવિવારે પોલિયો નાબુદી અભિયાન 2020ના ભાગરૂપે જિલ્લા કક્ષાના પોલિયો બુથનો શુભારંભ કરવામાં આવ્યો હતો.જ્યારે રાજપર ગામે તાલુકા કક્ષાના પોલિયો બુથનું ઉદઘાટન કરાયું હતું.અને જિલ્લાના બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવશે.આ તકે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોરબીમાં આજે સરકારના પોલિયો નાબુદી અભિયાન 2020ના ભાગરૂપે જિલ્લા કક્ષાના પોલિયો બુથનું શુભારંભ મોરબીની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતેથી જિલ્લા કલેક્ટર જે. બી. પટેલ ,જિલ્લા વિકાસ અધિકારી સાહેબ એસ. એમ.ખટાણા ,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એમ. કતિરાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.આ તકે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ડી. વી. બાવરવા, જિલ્લા આર. સી. એચ. અધિકારી ડો. વી. એલ. કારોલીયા , આર. એમ.ઓ. ડો. કે. આર. સરડવા, આઈ.ઇ.સી. અધિકારી જી. વી. ગાંભવા તથા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની સમગ્ર ટીમ હાજર રહી હતી.

- text

જ્યારે મોરબી તાલુકા કક્ષાનું પોલિયો બુથનું ઓપનિંગ મોરબીના રાજપર ગામમા આજે કરવામાં આવ્યું.હતું.જેમાં મોરબીના રાજપર ગામમા આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી કતીરા સાહેબ તેમજ તાલુકા પંચાયત સદસ્ય વિજયભાઈ કોટડીયા તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો.રાહુલ કોટડીયા અને તાલુકા સુપરવાઇઝર શ્રી શૈલેષ પારેજીયા અને નિમુબેન રાઠોડની ઉપસ્થિતિમા પોલિયો બુથનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા રાજપર ગામના ફાર્મસીસ્ટ ગૌરવ દવે ,કિશોરભાઈ તથા વર્ષાબેને ભારે જહેમત ઉઠાવી હતી.

- text