મોરબીમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્યબોધ દિવસની ઉજવણી

- text


મોરબી : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાષ્ટ્રનિર્માણના કાર્યમાં ત્યાગ અને સમર્પણનો ભાવ લઈને કાર્યરત છે. શિક્ષકોમાં રાષ્ટ્રીયતા અને ભારતીયતાનો પ્રવાહ વહેવડાવવાનું લક્ષ્ય લઈને કાર્યરત છે. સંગઠનનું ધ્યેયસુત્ર રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા,શિક્ષા કે હિત મેં શિક્ષક અને શિક્ષક કે હિત મેં સમાજ સાથે કાર્ય કરે છે. આમ શિક્ષણ,શિક્ષક અને સમાજને જોડતો કાર્યક્રમ કર્તવ્યબોધ દિવસની ઉજવણી સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ થી સુભાષચંદ્ર બોઝ જન્મજયંતિ સુધી ઉજવાતો હોય છે.મોરબી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્યબોધ દિવસની ઉજવણી તારીખ 18 જાન્યુઆરીના રોજ શિશુમંદિર ખાતે રાખવામાં આવેલ હતી.

- text

જે કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરભાઈ પારેખના અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને શિક્ષકોના કર્તવ્ય અંગે માર્ગદર્શન કરેલ. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સરસ્વતી શિશુમંદિરના નિયામક સુનિલભાઈ પરમાર દ્વારા શિક્ષકોના કર્તવ્યબોધ અંગે માર્ગદર્શન કરેલ. જ્યારથી શિક્ષકો પોતાનું કર્તવ્ય ચુક્યા છે ત્યારથી સમાજમાં પતન તરફ ગયા છે. ભારતીય સંસ્કૃતિમાં હંમેશા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક બાબતો શીખવીને વસુધૈવ કુટુંબકમ્ની ભાવના બાળપણ થી જ શીખવવામાં આવતી હતી જે હવે ઘસાતી રહેલી છે અને એને પુનર્જીવિત કરવાનું ભગીરથ કર્તવ્ય શિક્ષકોનક શિરે જ છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાજકોટ વિભાગ સહકાર્યવાહ વિપુલભાઈ અધારા તેમજ વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઇ ગરચર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ ને સફળ બનવવા માટે મોરબી જિલ્લા ટીમના અધ્યક્ષ હિતેન્દ્રભાઈ ગોપાણી, મંત્રી કિરણભાઈ કાચરોલા,સિનિયર ઉપાધ્યક્ષ પ્રદીપભાઈ કુવાડિયા તેમજ ઉપાધ્યક્ષ કિરીટભાઈ દેકાવડીયા અને હરદેવભાઈ કાનગડ અને સમગ્ર ટિમ દ્વારા ખૂબ જ મહેનત કરીને કાર્યક્રમ સફળ બનાવેલ.

- text