હળવદ : પદ્મશ્રી ડૉ.એચ.એલ.ત્રિવેદીની પુણ્ય સ્મૃતિમાં રક્તદાન કેમ્પ યોજાયો

- text


એસપી ડૉ. કરણરાજ વાઘેલા સહિત મહાનુભાવોએ પણ રક્તદાન કરી સેવાની સુગંધ પ્રસરાવી : શિશુમંદિર ખાતે ચાલતા ચિલ્ડ્રન હોમમાં અદ્યતન ૪ કોમ્પ્યુટરની કીટ અર્પણ કરાઈ

હળવદ : હળવદ ચેમ્બર ઓફ કોમર્સ અને શિશુમંદિર હળવદના સંયુક્ત ઉપક્રમે હળવદ તાલુકાના ચરાડવા ગામના વતની મહામાનવ અને વર્ષો પહેલા કેનેડામાં ધીગતી કમાણી છોડી અને માદરે વતન અને દેશ ના દર્દીઓની સેવા કરવાના શુભ આશયથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કિડની વિભાગની સ્થાપના કરનાર પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી સાહેબની પુણ્ય સ્મૃતિમાં આજે હળવદના શિશુમંદિર ખાતે ભવ્ય સ્વૈચ્છીક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હળવદ તાલુકાના યુવાનોએ સ્વૈચ્છીક રક્તદાન કરી અને સેવા કાર્યમાં નિમિત બન્યા હતા.

સાથે સાથે મોરબી જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલા , શ્રીજી હોસ્પિટલ ના ડૉ. ચિરાગ શાહ , હળવદ પોલીસ સ્ટેશનના પી.આઈ ખાંભલા , પી એસ.આઇ પી.જી.પનારા સહિત મહાનુભાવોએ પણ રક્તદાન કરી સેવાની સુગંધ પ્રસરાવી હતી. સાથે હળવદ શિશુમંદિરમાં સરકાર દ્વારા ચાલતા ચિલ્ડ્રન હોમમાં પણ ૪ કોમ્પ્યુટરની કીટ મોરબી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા અર્પણ કરવામાં આવી હતી. આ સ્વૈચ્છીક રક્તદાન કેમ્પમાં હળવદ તાલુકાના યુવા ભાઈઓ બહેનોએ રક્તદાન કરી માનવ જીવની જિંદગી બચાવવામાં નિમિત બન્યા હતા.

- text

આ રક્તદાન કેમ્પમાં ૧૨૦ બ્લડની બોટલ એકત્ર થઈ હતી અને આ એકત્રિત થયેલ બ્લડની બોટલો સિવિલ હોસ્પિટલ કિડની વિભાગની બ્લડ બેન્ક માં ગરીબ જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક પણે ઉપયોગમાં લેવામાં આવશે આ કાર્યક્રમમાં કિડની વિભાગ બ્લડ બેન્કના હેડ ડૉ.અરુણા મેડમ , મોરબી જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલા , પૂજ્ય દીપકદાસજી મહારાજ , પૂજ્ય પ્રભુચરણ બાપુ , પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા , ધીરુભા ઝાલા , બીપીનભાઈ દવે , અજયભાઈ રાવલ , વલ્લભભાઈ પટેલ ,કેતનભાઈ દવે સહિત અગ્રણીયો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ ને ચેમ્બર ઓફ કોમર્સ અને શિશુમંદિર ના સર્વે વડીલો કાર્યકર્તા મિત્રોએ ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.

- text