હળવદના મહર્ષિ ગુરૂકુળ ખાતે બે દિવસીય ઈસરો એકિઝબિશનનો શુભારંભ

- text


ઈસરો એક્ઝાબિશનને સુરેન્દ્રનગરના સાંસદના હસ્તે ખુલ્લો મુકાયુ : લોન્ચ વ્હીકલ, સાઉન્ડીંગ રોકેટ સહિત વિવિધ અંતરીક્ષ યાન આકર્ષણનું કેન્દ્ર બન્યા

હળવદ : હળવદની ધરતી પર પ્રથમ કહી શકાય તેમ ઈસરોના એકિઝબિશનનું ઐતિહાસિક આયોજન કરાયું છે જેનું આજે સુરેન્દ્રનગરના સાંસદ ડો.મહેન્દ્ર મુંજપરાના હસ્તે ખુલ્લુ મુકાયું છે. આ પ્રસંગે વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં એકિઝબિશન નિહાળવા ઉમટી પડયા છે. તો સાથે જ આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હળવદની મહર્ષિ ગુરૂકુળ ખાતે આજે શુક્રવાર અને શનિવારે એમ બે દિવસીય ઈસરો એકઝીબીશનનું ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે. ભારતના મહાન વૈજ્ઞાનિક ડો.વિક્રમ સારાભાઈની જન્મ શતાબ્દી નિમિતે હળવદ મહર્ષિ ગુરૂકુળના મેનેજીંગ ડિરેકટર રજનીભાઈ સંઘાણીના આમંત્રણને માન આપી ઈસરો અમદાવાદ દ્વારા હળવદ મહર્ષિ ગુરૂકુળ ખાતે તા.૧૭/૧૮ જાન્યુઆરી-ર૦ર૦ના રોજ બે દિવસીય ઈસરો એકિઝબીશનનું યોજાયું છે.

- text

આ એકિઝબીશન અંતર્ગત બે દિવસ ચાલનારા આ કાર્યક્રમમાં અંતરીક્ષની ડોકયુમેટરી, ચન્દ્રયાન, મંગલયાન, ગગન યાન, સેટેલાઈટ, ઓરબીટર, લોન્ચ વ્હીકલ, સાઉન્ડીંગ રોકેટ, સ્પેસ વ્હીકીલ, કોમ્યુનીકેશન એપ્લીકેશન તેમજ જુદીજુદી સાત પ્રકારની કોમ્પીટીશનનું આયોજન કરાતા આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. આ તકે સુરેન્દ્રનગરના સાંસદ ડો.મહેન્દ્રભાઈ મુંજપરા, શાળાના એમ.ડી. રજનીભાઈ સંઘાણી, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ વલ્લભભાઈ પટેલ, જેરામભાઈ સોનગ્રા, નયનભાઈ પટેલ, રમેશભાઈ ભગત, સતિષ પટેલ તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનથી શ્રી ટુંડીયા, મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની સહિતના રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- text