માળીયાના ખીરઈ ગામ નજીક ટ્રેઇલરની હડકેટે બે શ્રમિકોના કરૂણ મોત

રોડ ક્રોસ કરતી વખતે જીવલેણ અકસ્માત નડ્યો

માળીયા : માળીયા તાલુકાના ખીરઈ ગામે આજે ટ્રેઇલર ટ્રકની હડફેટે બે શ્રમિકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.જેમાં બન્ને શ્રમિક યુવાનો રોડ ક્રોસ કરી રહ્યા હતા તે સમયે પુરપાટ ઝડપે આવતા ટ્રક ટ્રેઇલર ચાલકે હડફેટે લેતા આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ બનાવ અંગે માળીયા પોલીસે ટ્રેઇલર ટ્રક ચાલકે સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ ગમખ્વાર અકસ્માતની માળીયા પોલીસ મથકેથી.પ્રાપ્ત થતી વિગતો અનુસાર મૂળ બિહારના વતની અને હાલ માળીયાના ખીરઈ ગામે રહેતા રહેતા મહમદ શાકીદ મહમદ ખુરદીશખાન ઉ.વ.28 અને ઇફેતેંરખાન આલમ મુખ્તાર અલી ઉ.વ. 20 નામના બન્ને યુવાનોને આજે ખીરઈ ગામના પાટિયા પાસે નેશનલ હાઇવે રોડ ઉપર પુરપાટ ઝડપે આવતા ટેઇલર ટ્રક નંબર જી.જે.12 બી વી 6263નો ચાલલે હડફેટે લેતા બન્નેને ગંભીર ઇજા થવાથી બન્નેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.આ બનાવ અંગે માળીયા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી અને બન્ને મૃતકોને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.આ બનાવ અંગે માળીયા પોલીસે જણાવ્યું હતું કે, બન્ને મૃતકો મૂળ બિહારના વતની છે અને હાલ કેટલાક સમયથી માળીયાના ખીરઈ ગામે ચાલતા રોડમાં કામમાં મજૂરી કામ કરતા હતા આજે બોપરે બે વાગ્યે બન્ને મૃતકો ચાલીને જતા હતા તે વખતે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો.આ બનાવ અંગે મૃતકના ભાઈ મહમદ હકીમ મહમદ ખુરસીદે આ બનાવ અંગે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.