મોરબી : શહીદના પરિવારને રૂ. 25 હજારની સહાય અર્પણ કરતા ઓમ શાંતિ વિદ્યાલયના છાત્રો

મોરબી : મોરબીમાં જય સરદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઓમ શાંતિ વિદ્યાલયના છાત્રોએ રૂ. 25 હજારનો ફાળો એકત્ર કરીને તેને પાલીતાણાના ભૂતિયા ગામના વીર શહીદ જવાન પ્રકાશભાઈ વનમાળીભાઈ ધંધુકીયાને અર્પણ કર્યો છે. ઉલ્લેખનીય છે કે વીર શહીદ જવાન છેલ્લા 6 વર્ષથી જમ્મુ કાશ્મીરના લદાખમાં ફરજ બજાવતા હતા. તેઓની ઉંમર 24 વર્ષ છે. તેઓ ગત તા.13/07/19ના રોજ શહીદ થયા હતા.