મોરબીના જય ગણેશ હીરોમાં પૂ. જ્ઞાનવત્સલ સ્વામીની પાવન પધરામણી

મોરબી : મોરબીમાં જય ગણેશ હીરોમાં પૂ. જ્ઞાનવત્સલ સ્વામીની પાવન પધરામણી થઈ હતી. તેઓએ સમગ્ર સ્ટાફ સાથે સ્નેહપૂર્વક વાતો કરીને આશીર્વચન પાઠવ્યા હતા.

મોરબી ખાતે ગઈકાલે યુવા જ્ઞાનોત્સવના કાર્યક્રમમાં પૂ. જ્ઞાનવત્સલ સ્વામી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહયા હતા. તેઓએ પોતાના વક્તવ્યથી 12 હજારથી વધુ દર્શકોને અભિભૂત કર્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પૂ. જ્ઞાનવત્સલ સ્વામીની શનાળા બાયપાસ ખાતે આવેલ જય ગણેશ હીરો ખાતે પાવન પધરામણી થઈ હતી.

સ્વામીજીએ જય ગણેશ હીરોના જનરલ મેનેજર પ્રકાશભાઈ જાની, હિતેશભાઈ જોશી અને દિવ્યરાજસિંહ જાડેજા તેમજ સમગ્ર ટીમને આશીર્વાદ આપીને પ્રગતિ માટે શુભેચ્છા પાઠવી હતી.