મોરબીમાં ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત 12 ચાઈનીઝ દોરીની ફિરકીનો નાશ

- text


મામલતદાર, નગરપાલિકા અને પોલીસની ટીમે શહેરના જુદા જુદા પતંગના સ્ટોલમાં ચેકિંગ કરી ત્વરિત કાર્યવાહી કરી

મોરબી : મોરબીમાં આજે ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ મામલદાર, નગરપાલિકા અને પોલીસની ટીમે શહેરના જુદા જુદા પતંગના સ્ટોલમાં ચેકિંગ હાથ ધર્યું હતું.જે દરમિયાન રવાપર રોડ પરના એક પતંગના સ્ટોલમાંથી પ્રતિબંધિત 12 ચાઈનીઝની દોરીની ફિરકીનો મળી આવતા ત્વરિત કાર્યવાહી કરીને આ ફિરકીઓનો નાશ કરવામાં આવ્યો હતો.

મોરબી શહેરમાં ઉત્તરાયણ પર્વને લઈને શહેરીજનોમાં ભારે ઉમંગ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે.ઉતરાયણને હવે ગણતરીની કલાકોની વાર છે ત્યારે આબાલવૃદ્ધ પતંગ યુદ્ધ લડવાની છેલ્લી તમામ તૈયારીઓમાં મશગુલ છે.જોકે ચાઈનીઝ દોરીઓ લોકો અને પશુ પક્ષીઓ માટે ખુબજ જોખમી હોવાથી વહીવટી તંત્ર દ્વારા ચાઈનીઝ દોરીના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.તેમ છતાં પણ આ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ થતું હોવાની ફરિયાદના આધારે આજે ઉત્તરાયણ પૂર્વે મામલતદાર રૂપાપરા, નગરપાલિકા અને પોલીસની ટીમે સંયુક્ત ઝુંબેશ ચાલવીને શહેરના જુદાજુદા વિસ્તારોમાં પતંગ દોરીના સ્ટોલ ઉપર દરોડા પાડ્યા હતા જ્યારે રવાપર રોડ ઉપર એક જગ્યાએથી 12 જેટલી પ્રતિબિંબ ચાઈનીઝની દોરીઓ મળી આવતા આ દોરીનો નાશ કર્યો હતો.

- text

- text