મોરબી જિલ્લાના 600થી વધુ જીઆરડી જવાનો છેલ્લા 3 મહિનાથી પગારથી વંચિત

- text


ઉપરથી રકમ ફાળવવામાં વિલંબ તેમજ ટેકનિકલ સમસ્યાના કારણે જવાનોનું વેતન લોચે ચડ્યું

મોરબી : મોરબી જિલ્લાના 600થી વધુ જીઆરડી જવાનો છેલ્લા 3 માસથી પગારથી વંચિત હોવાનું સામે આવ્યું છે. વેતન ન ચૂકવાતા જીઆરડી જવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે સ્થાનિક તંત્રના જણાવ્યા મુજબ ઉપરથી જ રકમની ફાળવણી ન થઇ હોવાથી આ સમસ્યા સર્જાઈ છે.

- text

મોરબી જિલ્લામાં હાલ 600 થી વધુ જીઆરડીના જવાનો છે. આ તમામ જવાનોને ગત ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિનાનું વેતન મળ્યું જ નથી. જીઆરડી જવાનોના જણાવ્યા મુજબ છેલ્લા 3 માસથી પગાર ન ચૂકવાતા તેઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તમામ જવાનો ઉપર આર્થિક સંકટ ઉભું થયું છે. આ મામલે જીઆરડીના પીએસઆઇ ડાંગરે જણાવ્યું હતું કે ઉપરથી જ ગ્રાન્ટ ન આવી હોવાથી જીઆરડી જવાનોના પગાર ચૂકવવામાં વિલંબ થયો છે. હાલ ગ્રાન્ટ આવી ગઈ છે. પરંતુ ટેક્નિકલ પ્રોબ્લેમના કારણે જવાનોને વેતન મળ્યું નથી. હાલ પ્રોસેસ ચાલુ છે. ટૂંક સમયમાં પેમેન્ટ રિલીઝ થઈ જશે.

- text