વાંકાનેરના તીથવા ગામે પરિણીતા સાથે વાતચીત કરવા મામલે બે જૂથ વચ્ચે બઘડાટી

- text


સામસામી ફરિયાદ નોંધાયા બાદ વાંકાનેર તાલુકા પોલીસે એક જૂથના બે શખ્સોને ઝડપી લીધા

વાંકાનેર : વાંકાનેરના તીથવા ગામે પરિણીતા સાથે વાતચીત કરવા મામલે બે જૂથ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી અને બન્ને પક્ષે એકબીજા સામે માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી.આ બનાવની સામસમી ફરિયાદ નોંધાયા બાદ વાંકાનેર તાલુકા પોલીસે એક જૂથના બે શખ્સોને ઝડપી લીધા હતા.

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી રમેશભાઇ ખીમજીભાઇ મેસરીયા ઉ.વ.૩૫ રહે.તીથવા ધાર તા.વાંકાનેર વાળાએ આરોપીઓ રિઝવાન ઉર્ફે સરપંચ કાસમભાઇ માંડલીયા ઉ.વ.૩૧ રહે. વાંકાનેર પચ્ચીસ વારીયા મુળ તીથવા તા. વાંકાનેર તથા રઝાકભાઇ ઉર્ફે નાનો સરપંચ કાસમભાઇ માંડલીયા રહે. વાંકાનેર પચ્ચીસ વારીયા મુળ રહે. તીથવા તા. વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે ,ગઈકાલે ૧૧ ના રોજ તીથવા ગામે ખાતરના ગોડાઉન પાસે બનેલા આ બનાવમાં ફરીયાદીના પત્નિ સાથે આરોપીઓ અગાઉ દોઢ વર્ષ પહેલા બોલતા ચાલતા હતા ત્યારે તેના ઉપર ફરીયાદીએ શંકા કુશંકા કરેલ હોય જેનુ મનદુખ રાખી આ કામના આરોપીઓએ પોતાન હાથમાનો લોખંડના પાઇપ વતી ફરીયાદીને ડાબા પગે એક ધા મારેલ તેમજ એક ધા ડાબા હાથે બાવડામા માર માર્યો હતો.તેમજ આરોપીઓએ લાકડી વતી ફરીયાદી તથા સાહેદ રોનકને શરીરે માર મારી મુંઢ ઇજાઓ કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

- text

જ્યારે સમાપક્ષે રીઝવાનભાઇ કાસમભાઇ માંડલીયા જાતે ખાટકીએ આરોપીઓ રમેશભાઇ ખીમજીભાઇ કોળી અને રોનકભાઇ રમેશભાઇ કોળી સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે,
ફરીયાદીને આરોપી ના પત્નિ સાથે વાતચીત કરવા બાબતે અગાઉ બોલાચાલી કરેલ તેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદી ને તથા સાહેદ રઝાકભાઇને ગાળો આપી લાકડી વતી ફરીયાદીને મુંઢમાર તથા સાહેદ રજાકભાઇને ડાબા હાથે પંજાના ભાગે તથા ડાબા પગે નળાના ભાગે મુંઢ માર તેમજ ફરિયાદીને ધારીયા વતી જમણા હાથે વચલી આંગળીએ સામાન્ય ઇજા પહોચાડી જો તુ તીથવા આવીશ તો તને ઠાર મારી નાખીશુ તેમ મારી નાખવાની ધમકી આપી હતી.વાંકાનેર પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી આરોપીઓ રઝાકભાઇ અને રિઝવાનભાઈની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text