મોરબીમાં યુવા જ્ઞાનોત્સવનો ધમાકેદાર પ્રારંભ : પ્રથમ સેશનને માણવા વિશાળ જનમેદની ઉમટી

- text


 

વૈચારિક ક્રાંતિની જ્યોત પ્રગટાવવાના આશયથી આયોજિત ગરીમાસભર કાર્યક્રમનું ઢળતી સંધ્યાએ ફાયર બ્રિગેડ અને 108ની ટીમના જવાનોના હસ્તે ઉદઘાટન
ન્યુ એરા સ્કૂલના છાત્રોએ સ્વાગત ગીત રજૂ કરી સ્ટેજ ગજાવ્યું

મોરબી : મોરબીમાં વૈચારિક ક્રાંતિની જ્યોત પ્રગટાવવાના આશયથી આયોજિત યુવા જ્ઞાનોત્સવ કાર્યક્રમનો આજે ઢળતી સંધ્યાથી પ્રારંભ થયો છે. આ કાર્યક્રમનું ફાયર બ્રિગેડ અને 108ના જવાનોના હસ્તે ઉદ્દઘાટન થયું હતું. આજે પ્રથમ દિવસે જ વિશાળ જનમેદની ઉમટી પડી છે.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ પટેલ સમાજવાડી ખાતે આજે શુક્રવારથી ત્રી દિવસીય યુવા જ્ઞાનોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે સાંજે 6:30 કલાકે પ્રથમ સેશનનો ફાયર બ્રિગેડના વિનય ભટ્ટ ટિમ અને તેની ટિમ, 108ના હનીફભાઈ દલવાણી અને તેની ટિમ તેમજ આપદા મિત્રોના જયદીપ તથા ફાલ્ગુનીબેન અને તેની ટીમના હસ્તે દિપપ્રાગટયથી શુભારંભ કરવામાં આવ્યો હતો. બાદમાં ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના છાત્રોએ સ્વાગત ગીત રજૂ કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

- text

ઉલ્લેખનીય છે કે આજે સાંજે સંજય રાવલ અને રાતે કાજલ ઓઝા વૈધનુ વક્તવ્ય યોજાનાર છે. જેને માણવા માટે પ્રથમ સેશનમાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા છે.

- text