મોરબીની સિવીલ હોસ્પિટલમાં વેણ શોધક મશીનનો અભાવ

- text


બાળકો કે સિનિયર સિટીઝનની વેણ (નસ) શોધવામા સ્ટાફને પડતી તકલીફ : ડાઈકલો ઝેલનો સ્ટોક છેલ્લા એકાદ માસથી ખાલી

મોરબી : મોરબી જિલ્લા કક્ષાની સિવીલ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા નાના બાળકો કે સિનિયર સિટીઝનની વેણ (નસ) શોધવામાં ભારે તકલીફ પડતી હોય છે. જેના માટે વેણ શોધક મશીન હોવું જરૂરી છે. જેથી, બાળકો કે સિનિયર સિટીઝનની વેણ શોધવા માટે વધુ પંકચર ન કરવા પડે. હાલમાં નાના બાળકો કે કોઈ સિનિયર સિટીઝનને એડમીટ કરવામાં આવે તો તેની વેણ શોધવામાં પાંચથી પણ વધુ પંકચર કરે છે. તો અમુક દર્દીઓમાં તો ૧૦-૧૦ પંકચર છતાં પણ વેણ મળતી નથી. આ માટે અવાર-નવાર દર્દીઓના સગા અને ફરજ પરના સ્ટાફ વચ્ચે રક્ઝક પણ થાય છે. છતાં મોરબી હોસ્પિટલ તંત્ર એસએનસીયુ, ઈમરજન્સી વોર્ડ, બાળકોના વોર્ડ અને મેડીકલ વોર્ડમાં તાત્કાલિક ધોરણે વેણ શોધક મશીન ફાળવવા જરૂરી છે.

- text

આ ઉપરાંત, હાલ શિયાળાની મોસમ ચાલી રહી છે. જેમાં મોટા ભાગે સિનિયર સિટીઝનોને નાની-મોટી હાડકાની તેમજ સ્નાયુ દુ:ખાવાની તકલીફો માટેની ફરિયાદો ઉઠવા પામે છે. આ તકલીફ માટે ડાઈકલો ઝેલ નામની ક્રીમ બહુજ ઉપયોગી હોય છે. પરંતુ આ ક્રીમનો સ્ટોક છેલ્લા એકાદ માસથી ખાલી છે. જેથી, ના છુટકે લોકોએ બહારથી આ ક્રીમ લેવી પડે છે. આમ, દવાઓના સ્ટોકમાં પણ અછત જોવા મળી હતી.

- text