મોરબીની આદર્શ નિવાસી શાળામાં આજે સ્પોર્ટ્સ ડે ઉજવાયો

- text


મોરબી : આજ રોજ આદર્શ નિવાસી શાળામાં સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં દીપ પ્રાગટ્ય મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી લાવડિયા સાહેબ, આચાર્ય બારૈયા સાહેબ અને શાળાના શિક્ષકગણ દ્વારા કરવામાં આવેલ હતું. જેમાં વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની રમતો રમાડવામાં આવી હતી. વિવિધ સ્પર્ધાઓ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આયોજનને સફળ બનાવવા માટે શાળા પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે શાળામાં છેલ્લા નવ વર્ષથી સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવે છે.

- text