મોરબીની જે. એ. પટેલ મહિલા કોલેજ દ્વારા ચાંચાપર મુકામે N.S.S.નો વાર્ષિક કેમ્પ યોજાયો

- text


મોરબી : વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે જીવન ઘડતર ૧૯૬૯ થી N.S.S કાર્યરત છે. અભ્યાસની સાથોસાથ વિદ્યાર્થીના જીવનમા સેવા, ત્યાગ, માનવતા જેવા સુસંસ્કાર આવે અને એમ વ્યકિત નિમૉણથી રાષ્ટ્રીય નિમૉણ થાય એવા શુભ ભાવથી મોરબી જે.એ.પટેલ મહિલા કોલેજનો રાષ્ટ્રીય સેવા યોજનાનો વાર્ષિક કેમ્પ તા.૦૩/૦૧/૨૦૨૦ થી ૦૯/૦૧/૨૦૨૦ સુધી ચાંચાપર મુકામે યોજાયો હતો.

- text

ગત તા. ૦૪/૦૧/૨૦૨૦ના રોજ આ શિબિરનુ ઉદઘાટન કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કો-ઓર્ડીનેટર ડૉ. એન. કે. ડોબરિયા, કોલેજના પ્રિન્સિપાલ ડૉ. પી. કે. પટેલ, સમાજના અગ્રણી પ્રવીણભાઈ, ઓધવજીભાઈ, ગામના સરપંચ, ચાંચાપર ગામની પ્રાથમિક શાળાનો સ્ટાફ, કોલેજનો સ્ટાફ, ગામના વડીલો, માતાઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના આરંભમા શિબિરાર્થિ બહેનો દ્રારા સમુહમા સવૅધમૅ પ્રાર્થના કરવામા આવી ત્યારબાદ કોલેજના પ્રિન્સિપાલે શબ્દો દ્રારા સર્વેને આવકારવામા આવ્યા હતા. કોલેજના N.S.S. વિભાગના પ્રોગ્રામ ઓફિસર વનિતાબેન કગથરા દ્રારા સાત દિવસ થનાર સેવાકીય પ્રવૃતિનો ચિતાર આપવામા આવ્યો હતો. કાર્યક્રમના અધ્યક્ષ ડૉ. એન. કે. ડોબરિયા દ્રારા N.S.S.નો ઈતિહાસ અને આજના સમયમા N.S.S.ની અનિવાયૅતા ઉપર વિચારો રજુ કરવામા આવ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત શિબિરાર્થિ બહેનો દ્રારા રાસ-ગરબા, વ્યસન મુક્તિનુ નાટક ભજવવામા આવ્યુ હતું. આ કાર્યક્રમમા નગરજનો બહોળી સંખ્યામા ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમનુ સફળ સંચાલન ડૉ. ભાવેશભાઈ જેતપરિયા દ્રારા કરવામા આવ્યુ અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રા. વનિતાબેન કગથરાએ જહેમત ઉઠાવી હતી.

- text