મોરબીમાં જીએસટીની તપાસ પૂર્ણ : 10 સિરામિક પેઢીમાંથી કરચોરી પેટે વધુ રૂ. 90 લાખની વસુલાત

- text


જીએસટીની સ્ટેટ એન્ફોર્સમેન્ટ અને રાજકોટ વિભાગની સંયુક્ત કાર્યવાહી : કુલ 20 એકમોમાંથી કરી રૂ.1.47 કરોડની વેરા વસુલાત

મોરબી : મોરબીમાં જીએસટી વિભાગ દ્વારા કુલ 20 સિરામિક પેઢીઓમાં ચલાવવામાં આવી રહેલી તપાસ પૂર્ણ જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે બીજા 10 સીરામીક એકમો કે જ્યાં અગાઉ તપાસ ચાલતી હતી ત્યાંથી કરચોરી પેટે રૂ. 90 લાખની બેરા વસુલાત કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ જીએસટી વિભાગે મોરબીની કુલ 20 પેઢીમાંથી કરચોરી પેટે કુલ રૂ. 1.47 કરોડની વેરા વસુલાત કરી છે.

મળતી માહિતી પ્રમાણે સ્ટેટ જીએસટીની મોબાઈલ સ્કવોર્ડ દ્વારા ગત તા.10ના રોજ રાધનપુર નજીકથી ભગવતી એન્ટરપ્રાઈઝ અને ઓમ એન્ટરપ્રાઈઝ નામના વિક્રેતા દ્વારા વહન થતી સિરામિક ટાઇલ્સના 10 ટ્રકોને જીએસટી કાયદાની જોગવાઈ મુજબ ઇ વે બીલ ન હોવાના કારણે ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ બન્ને વિક્રેતાઓ કરચોરીમાં આશયથી માલનું પરિવહન કરતા હોવાનું ધ્યાને આવતા જીએસટી વિભાગે વધુ તપાસ અર્થે મોરબીમાં દરોડા પાડ્યા હતા.

જેમાં રામેષ્ટ ગ્રેનીટો (એલએલપી)માંથી 12.51 લાખ, વેરીટાસ ગ્રેનીટો (એલએલપી)માંથી 12.31 લાખ, લેવીટા ગ્રેનીટો (એલએલપી)માંથી 6.80 લાખ, આસુતોષ ટાઇલ્સ પ્રા.લી.માંથી 6 લાખ, રોકલેન્ડ સીરામીક (એલએલપી)માંથી 5 લાખ, એલીઅન્ટ સીરામીક પ્રા.લી.માંથી 4.06 લાખ, બેલેઝા સીરામીક પ્રા.લી.માંથી 3.52 લાખ,ઝેન્ડરસ ગ્રેનીટો (એલએલપી)માંથી 2.69 લાખ, લોરેકસ સીરામીકમાંથી 2.41 લાખ અને સનબોન્ડ સીરામીક પ્રા.લી.માંથી 1.94 લાખ મળી કુલ રૂ. 57.24 લાખની કરચોરી પેટે વેરાવસુલાત કરવામાં આવી હતી.

- text

ત્યારબાદ કોરોના વિટ્રીફાઈડ પ્રા.લી.,લોરેન્ઝો વિટ્રીફાઇડ ટાઇલ્સ પ્રા.લી., ફિયા સિરામિક, સુનોરો સિરામિક ઇન્ડ., નેલકો સિરામિક, સનોરા ટાઇલ્સ પ્રા.લી., સમસુન સિરામિક પ્રા.લી., વિકાસ સેનેટરી વેર્સ, અરવિંદ સિરામિક પ્રા.લી. અને આઈરિસ સિરામિકમા ચાલી રહેલી તપાસ પૂર્ણ જાહેર કરવામાં આવી છે. આ એકમોમાંથી કરચોરી પેટે રૂ.90 લાખથી વધુની વસુલાત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આમ જીએસટી વિભાગે મોરબીમાંથી કુલ 20 સિરામિક એકમોમાં તપાસ કરીને 1.47 કરોડથી વધુની કરચોરી પેટે વસુલાત કરી છે.

- text