લાયન્સ ક્લબ ઓફ મોરબી દ્વારા ડો. જયંતીભાઈ ભાડેશીયાનું વ્યાખ્યાન યોજાયું

મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી – નજરબાગ દ્વારા મોરબીની પી. જી. પટેલ કોલેજમાં ડો. જયંતીભાઈ ભાડેશીયાનું વ્યાખ્યાન યોજાયું હતું.

મોરબીમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે ઈત્તર જ્ઞાન આપતી પી. જી. પટેલ કોલેજમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક અને પ્રખર વક્તા તરીકેની છબી ધરાવતા જયંતીભાઈ ભાડેશીયાનુ ‘રાષ્ટ્ર ઘડતરમાં યુવાનોનો ફાળો’ વિષય પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડો. જયંતીભાઈ ભાડેશીયાએ યુવાનોને પોતાની આગવી શૈલીમાં વક્તવ્ય આપી મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ વિશેષ પ્રસંગે સંસ્થાના વરિષ્ઠ પ્રાધ્યાપક ગાંધી સાહેબ તથા અનિલભાઈ કંસારાએ પણ પ્રસંગોચિત ઉદબોધન આપ્યું હતું. આ કાર્યક્રમમાં આર.એસ.એસ.ના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. ભારત માતા ગીત દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ અને આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટના માર્ગદર્શન અને પ્રેરણાથી થયું હતું.