મોરબી નજીક એસટી બસમાંથી લેપટોપની ચોરી

એસટી બસમાં લેપટોપ ભુલાઈ ગયા બાદ ન મળતા યુવાને ચોરીની ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબી નજીક એસટી બસમાંથી લેપટોપની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં યુવાને પોતાના લેપટોપની ચોરી થયાની ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી આ ચારોનો ભેદ ઉકેલવા રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ આદીપુર સંતોષીમાતા મંદીર રોડ જનતા હાઉસ કોલોની મકાન નં.૧૫૭ જી.કચ્છ હાલ રાજકોટ ઇન્દીરા સર્કલ રામકૃષ્ણ ડેરી સામે હેતલ નામના મકાનમા ભાડેથી રાહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા મિલાપભાઇ મહેન્દ્રકુમાર ઉમરાણીયા ઉ.વ.૨૩ નામના યુવાને અજાણ્યા શખ્સ સામે એ ડિવિજનમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૮ ના રોજ મોરબી નવા બસસ્ટેન્ડ માથી ફરીયાદીએ કેશોદ- ભુજ વાળી એસ.ટી.બસમાં મુકેલ રૂ.૩૦ હજારની કિંમતનું લેપટોપ એસ.ટી.બસમાં ભુલી જતા કોઇ અજાણ્યા ઇસમ ચોરી કરીને લઈ ગયો હતો. આ બનાવની ફરિયાદ નોંધાતા એ ડિવિઝનના પીએસઆઇ વી.કે.ગોંડલીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.