મશીનના બેલ્ટમાં બન્ને હાથ આવી જતા ગંભીર ઇજાગ્રસ્ત બાળકનું સારવાર દરમ્યાન મોત

વાંકાનેર નજીક સરતાનપર રોડ ઉપર આવેલ સીરામીક ફેકટરીમાં બનેલો કરુણ બનાવ

વાંકાનેર : વાંકાનેર નજીક સરતાનપર રોડ ઉપર આવેલ સીરામીક ફેકટરીમાં શ્રમિક પરિવારના બાળકના બન્ને હાથ મશીનના બેલ્ટમાં આવી જતા ગંભીર ઇજા થવાથી આ માસુમ બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ કરુણ બનાવથી હતભાગી બાળકના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ કરુણ બનાવની વાંકાનેર તાલકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ એમ્બો સીરામીક ગ્રેનેટો નામની ફેકટરીમાં રહેતો ભરતભાઇ રમેશભાઇ પરમાર ઉ.વ. ૫ નામનો બાળક ગત તા.૨ ના રોજ એમ્બો સીરામીક કારખાનાની ઓરડીમાં તેના માતા પિતા સાથે સુતો હતો ત્યારે રાત્રીના આશરે બે વાગ્યે પોતે એકલો ઉઠીને ભાગતા કારખાનામાં મશીન ચાલુ હોય તે મશીનના બેલ્ટમાં બંને હાથ આવી જતા પ્રાથમીક સારવાર ક્રીષ્ના હોસ્પીટલ લઇ વધુ સારવાર અર્થે ર્સ્ટલીંગ હોસ્પીટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ કરુણ બનાવથી તેના પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે. વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.