મોરબીમાં સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત ગૌરવ પરીક્ષા યોજાઈ

મોરબી : મોરબીમાં સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત ગૌરવ પરીક્ષા યોજાઈ હતી. જે કુલ 15 કેન્દ્રોમાં ગૌરવ પરીક્ષા લેવાઈ હતી. જેમાં 3000 જેટલા વિદ્યાર્થીઓ, વાલી અને શિક્ષકોએ ઉત્સાહભેર પરીક્ષા આપી હતી. દર વર્ષે લેવાતી આ પરીક્ષામાં પ્રવેશિકા, પ્રદીપિકા, પ્રમોદીકા અને પ્રવાહીકા એમ કુલ 4 પરીક્ષાનો સમાવેશ થાય છે. આ પરીક્ષા સંસ્કૃત ભાષાના સવર્ધનનો એક વિનમ્ર પ્રયાસ છે. સંસ્કૃતથી સંસ્કૃતિ તરફનો આ પ્રયત્ન દરેક સ્વીકારી રહ્યા છે. તેમજ સતત વધતા કેન્દ્રો અને છાત્રોની સખ્યાં લોકોનો સંસ્કૃત પ્રત્યેનો પ્રેમ અને જાગૃતતા અને આકર્ષણ દર્શાવે છે.